કોચિંગ સહાય યોજના 2023, અરજી સમાજકલ્યાણ પોર્ટલ પર @esamajkayan.gujarat.gov.in

કોચિંગ સહાય યોજના 2023, વર્ષ: ૨૦૨૨-૨૩ થી પ્રથમ વાર વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને નિયોમોનુસાર કૉંચિગ સહાય લાભ આપવા ઇ-સમાજકલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

કોચિંગ સહાય યોજના 2023
યોજનાનું નામ કોચિંગ સહાય યોજના 2023
હેઠળ નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજય, ગાંધીનંગર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના
અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023
અરજી કોચિંગ સહાય યોજના 2023 ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/
લાભ વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને

કોચિંગ સહાય યોજનાનો ઉદેશ :

કોચિંગ સહાય યોજના વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના તાલીમાર્થીઓ તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને

કોચિંગ સહાય યોજના ગુજરાત 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?

કૉંચિગ સહાય લાભ આપવા ઇ-સમાજકલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

  1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પુર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
  2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવંગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE,
    GUJCET જેવી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
  3. IIM, CEPT, NIFT, NLŪ જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/

gujarat coaching sahay yojana 2023

તાલીમાર્થીઓને નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવાપાત્ર રહેશે

  1. મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  2. તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
  3. તાલીમાર્થી વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હોવો જોઇએ.
  4. તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  5. તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.
  6. તાલીમાર્થીને આ યોજનાનો લાભ ધોરણ-૧૨માં એક જ વાર મળવાપાત્ર થશે.
  7. તાલીમાર્થી તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહીં. જો તેમ સાબિત થશે તો, પૂરી રકમ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વસૂલ કરવાની રહેશે.
  8. સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે.

કોચિંગ સહાય યોજના પાત્રતાના માપદંડ :

આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવી આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET, PMTની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ પેટે વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/-ની મર્યાદામાં રીઝલ્ટબેઝ ક્રાઇટેરીયા નિયત કરી સંસ્થાઓની પસંદગી કરી સંસ્થા ઇમ્પેનલ કરી નક્કી થયેલ સંસ્થાઓને સહાય ચૂકવવાની યોજના અમલમાં આવેલ.

તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ માટે પસંદ કરવાની રહેશે:

  1. તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
  2. તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  3. સંસ્થા ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  4. સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.

સહાયનું ધોરણ ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી(વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને NEET, JEE, GUJCETપરીક્ષામાંથી કોઇ પણ એક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછું હોય તે વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે ચૂકવવામાં આવશે.

વધુ માહિતી :

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઉકત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને/તાલીમાર્થીઓને esamajkayan.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧/૦૧/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૩ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઇન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટસની નકલ બિડાણ કરી સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીએ જમા કરાવવાની રહેશે, ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં નિયમોનુસાર અગ્રતા આપવામા આવશે અને બજેટ જોગવાઇ તથા લક્ષ્યાંકને ધ્યાને લઇ સહાય ચુકવવામા આવશે. જેની ખાસ નોંધ લેવી. તાલીમાર્થી અને તાલીમાર્થીને પંસદ કરવાની સંસ્થાના ધારાધોરણો અંગેની સંપુર્ણ માહિતી વેબસાઇટ https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions પર ઉપલબ્ધ છે.

કોચિંગ સહાય યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/
ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
સંસ્થાના ધારાધોરણો અંગેની સંપુર્ણ માહિતી અહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Comment