Ration Card List Gujarat: તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ, BPL, AAY, APL 1, APL 2, NFSA રેશન કાર્ડનુ લીસ્ટ

Ration Card List Gujarat : રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2023: રેશનકાર્ડ આપણા દરેક પાસે હોય છે. રેશનકાર્ડ નો વિવિધ હેતુ માટે ઉપયોગ થતો હોય છે. ઘણી વખત આપણે ઓચીંતા રેશનકાર્ડ નંબરની જરૂરીયાત પડતી હોય છે. પરંતુ ઓનલાઇન માહિતીના અભાવે રેશનકાર્ડ ડેટા મળી શકતો નથી. આજે આપણે આ પોસ્ટમા ઓનલાઇન રેશનકાર્ડનુ લીસ્ટ કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.

Ration Card List Gujarat ગુજરાતમાં રેશન કાર્ડ સૂચિ

ગુજરાતમાં રેશન કાર્ડ એ જાહેર વિતરણ વ્યવસ્થા (Public Distribution System) હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓ, જેમ કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, વગેરેનું વિતરણ કરવા માટે વપરાતું એક દસ્તાવેજ છે. ગુજરાતમાં રેશન કાર્ડને પાંચ વર્ગોમાં વહેંચવામાં આવે છે:

  • BPL (Below Poverty Line): આ કાર્ડ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આપવામાં આવે છે.
  • AAY (Antyodaya Anna Yojana): આ કાર્ડ સૌથી ગરીબ પરિવારોને આપવામાં આવે છે.
  • APL 1 (Above Poverty Line 1): આ કાર્ડ ગરીબી રેખાથી થોડા ઉપર જીવતા પરિવારોને આપવામાં આવે છે.
  • APL 2 (Above Poverty Line 2): આ કાર્ડ મધ્યમવર્ગના પરિવારોને આપવામાં આવે છે.
  • NFSA (National Food Security Act): આ કાર્ડ ગરીબી રેખાથી ઉપર જીવતા પરિવારોને આપવામાં આવે છે, પરંતુ જેમની પાસે બાળકો, વૃદ્ધો અથવા અન્ય સંવેદનશીલ વર્ગના સભ્યો હોય.

ગુજરાતમાં રેશન કાર્ડની સૂચિ ઑનલાઇન ઉપલબ્ધ છે. તમે તમારા ગામ, શહેર અથવા જિલ્લાની સૂચિ ઑનલાઇન શોધી શકો છો.

Ration Card List Gujarat Steps

તમારા ગામની રેશન કાર્ડ સૂચિ શોધવા માટે, તમારે નીચેના પગલાંને અનુસરવાની જરૂર છે:

  1. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની વેબસાઇટ (https://dcs-dof.gujarat.gov.in/) પર જાઓ.
  2. “રેશન કાર્ડ” ટેબ પર ક્લિક કરો.
  3. “વિસ્તાર મુજબની રેશન કાર્ડ વિગતો-એન.એફ.એ.એ” પસંદ કરો.
  4. તમારા ગામનું નામ દાખલ કરો અને “શોધો” બટન પર ક્લિક કરો.

આ પગલાંને અનુસરવાથી, તમને તમારા ગામની રેશન કાર્ડ સૂચિ મળશે. સૂચિમાં રેશન કાર્ડ ધારકનું નામ, કાર્ડ નંબર, વિસ્તાર, અને કાર્ડની કેટેગરીનો સમાવેશ થાય છે.

જો તમે નવા રેશનકાર્ડ માટે અરજી કરી હોય અથવા અરજી કર્યા પછી તમારું નામ યાદીમાં આવ્યું છે કે કેમ તે ચેક કરવા માંગતા હોય તો તમે નીચે દર્શાવેલ સરળ સ્ટેપને અનુસરીને રેશનકાર્ડના લીસ્ટમા તમારૂ નામ સર્ચ કરી શકો છો. આ સાથે, અમે તમને ગુજરાત રેશન કાર્ડ 2023 ધારકોનુ લીસ્ટ અને ઓફીસીયલ વેબસાઇટનો ઉપયોગ કરીને એપ્લિકેશનની સ્થિતિ પણ ચેક કરી શકો છો.. તમે નીચે આપેલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન મુજબ ગુજરાત રેશન કાર્ડ લાભાર્થીની યાદીમાં નામ ચેક કરી શકો છો તેમજ ઓફીસીયલ વેબસાઇટ દ્વારા અરજીની સ્થિતિ પણ ચકાસી શકો છો.

Ration Card List Gujarat 

Ration Card List Gujarat
Ration Card List Gujarat

રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2023

રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2023 ચેક કરવા માટે તમે નીચે આપેલા સ્ટેપસ અનુસરીને લીસ્ટ જોઇ શકો છો.

  • સૌ પ્રથમ તમારે આ માટેની ઓફીસીયલ વેબસાઇટ https://ipds.gujarat.gov.in પર જવાનુ રહેશે. નીચે આપેલ લીંક પરથી કલીક કરીને સીધા ઓપન કરી શકો છો.
  • ઓપન થયેલ વેબસાઇટ મા વર્ષ અને મહિનો નાખી કેપ્ચા કોડ નાખી સબમીટ આપો.
  • ત્યારબાદ તમારી સામે તમામ જિલ્લાઓનુ લીસ્ટ ખુલી જશે. તેમા તમારે જે જિલ્લાનુ લીસ્ટ જોવુ હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમે સીલેકટ કરેલ જિલ્લાના તમામ તાલુકાઓનુ લીસ્ટ ખુલી જશે.
  • આ પૈકી તમે જે તાલુકાનુ લીસ્ટ જોવા માંગતા હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમારી સામે તે તાલુકાના તમામ ગામોનુ લીસ્ટ ખુલી જશે. જેમા તમને નીચે મુજબના વિભાગ જોવા મળશે.
  • જેમા NFSA અને NON NFSA આવા બે વિભાગ જોવા મળશે.
  • જેમા AAY, APL-1, APL-2, BPL આવા વિભાગ જોવા મળશે. તેમા તમારુ જે પ્રકારનુ રેશન કાર્ડ હોય તેના પર કલીક કરો.
  • કલીક કરતા તમારા ગામના તમામ રેશન કાર્ડ ધારકોનુ લીસ્ટ ખુલી જશે. જેમા તમારુ નામ શોધો.
  • જેમા તમારા નામની સામે રેશનકાર્ડ નંબર લખેલ લશે તેના પર કલીક કરતા તમારા પરિવારના રેશનકાર્ડ મા નોંધાયેલા સભ્યોના નામ જોવા મળશે.

આ પણ વાંચો: ગુજરાત પંચાયતી રાજ ૨૦ ગુણનો ઓનલાઈન ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

રેશનકાર્ડનો મળવાપાત્ર જથ્થો જાણો

તમારા રેશનકાર્ડ પર કેટલો જથ્થો મળવાપાત્ર છે તે ઓનલાઇન જાણી શકો છો. તેના માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ipd gujarat રેશન કાર્ડ વેબસાઇટ ઓપન કરો. આ લીંક https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર કલીક કરીને સીધા ઓપન કરી શકો છો.
  • હવે તમારો રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ એંટર કરો.
  • જો તમને તમારો રેશનકાર્ડ નંબર ખબર નથી, તો અન્ય વિગતો જેવી કે પ્રથમ NFSA પ્રકારો પસંદ કરો, ગેસ કાર્ડ પસંદ કરો (જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો હા પસંદ કરો), તમારા કુટુંબના સભ્યને દાખલ કરો, કાર્ડની શ્રેણી પસંદ કરો, કેપ્ચા કોડ દાખલ કરો અને જોવા માટે બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમને મળવાપાત્ર રેશન નો જથ્થો જોઇ શકો છો.

Ration Card List Gujarat અગત્યની લીંક

Ration Card List Gujarat અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો અહિં ક્લીક કરો
Google News પર ફોલો કરો અહિં ક્લીક કરો

Leave a Comment